સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ભૂતપૂર્વ સ્ટાફ એસોસિએશન હિંમતનગર ના આજીવન સભ્યશ્રીઓનું સ્નેહસંમેલન.......... - At This Time

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ભૂતપૂર્વ સ્ટાફ એસોસિએશન હિંમતનગર ના આજીવન સભ્યશ્રીઓનું સ્નેહસંમેલન……….


સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ભૂતપૂર્વ સ્ટાફ એસોસિએશન હિંમતનગર ના આજીવન સભ્યશ્રીઓનું સ્નેહસંમેલન..........
આજ તા :29/03/24 ના રોજ ઉત્સવ પાર્ટી પ્લોટ હિંમતનગર માં સંસ્થા ના પ્રમુખ શ્રી મધુકર ખમાર ના અઘ્યક્ષ સ્થાને મળ્યું. જેમાં 200 ઉપરાંત સભ્યશ્રીઓ ની હરખાતી હાજરી હતી.જેમાં સંસ્થા ના માનનીય સભ્યશ્રી ઓ શ્રી રાજુભાઈ સી અમીન સા કો બેંક માં ડિરેક્ટર પદે, શ્રી માધુભાઈ પટેલ ચોરીવાડ ઇફકો માં સાબરકાંઠા ના પ્રતિનિધિ તરીકે, શ્રી કિરીટભાઈ પટેલ હાથરોલ મોડાસિયા પાટીદાર સમાજ ના પ્રમુખ તરીકે ચૂંટાયેલ તેઓ સર્વે નું બહુમાન કરવામાં આવ્યું. પ્રારંભે 80 વર્ષ ઉપરના જ્યેષ્ઠ સભ્યશ્રીઓ ને સન્માનિત કરવામાં આવ્યા.
પ્રમુખ શ્રી મધુકર ખમાર દ્વારા આવકાર પ્રવચન માં સભ્યો ના સાથ સહકાર ને બિરદાવ્યા હતા.મહામંત્રી જે. પી રાઠોડ એ હિસાબો નું વાંચન કરેલ સંયોજક સુરેશભાઈ સોની એ પેંશન અંગે વિગતવાર વિસ્તૃત માહિતી આપી હતી. ઉપપ્રમુખ શ્રી ધનજીભાઈ શાહ, ધીરુભાઈ પટેલ, સંયોજક શ્રી બી. ટી પટેલ અને પી. કે પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવા માં આવેલ. આભારવિધિ સહમંત્રી એન. ડી. કોઠારી એ કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મંત્રી શ્રી અશ્વિનભાઇ શાહ અને ખજાનચી શ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.