મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થતા ઉનાળો આકરો - At This Time

મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થતા ઉનાળો આકરો


રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગરમીનો માહોલ બરાબરનો જામ્‍યો છે. લોકો ગરમીમાં પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. અસહય ઉકળાટના કારણે રસ્‍તાઓ સુમસામ બની જાય છે. લોકો ગરમીથી બચવા માટે એસી, પંખાનો સહારો લઇ રહ્યા છે.
બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જતા અસહય ગરમી પડી રહી છે.
ભારે તાપને લઈને લોકો ટોપી - ચૂંદડી બાંધીને નીકળવાની ફરજ પડી છે. ગરમીને કારણે શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે લોકોએ ઠંડા પીણાં અને શેરડીના રસનો સહારો લીધો છે.
બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ-સુકા પવનથી લોકો પરેશાન થયા હતા અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. ત્‍યારે વધુ બે દિવસ હીટવેવ રહેવાની સંભાવના છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ-સુકા પવનથી લોકો પરેશાન થયા હતા અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. ત્‍યારે વધુ બે દિવસ હીટવેવ રહેવાની સંભાવના છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.