પ્રાંતિજના મજરા ગામમાં 200 મીટર RCC રોડ ભંગાર બન્યો - At This Time

પ્રાંતિજના મજરા ગામમાં 200 મીટર RCC રોડ ભંગાર બન્યો


6 મહિના અગાઉ જ બનાવેલ રોડની કામગીરી સામે સવાલ. પ્રાંતિજના મજરામાં 6 મહિના અગાઉ જ બનાવેલ 200 મીટર જેટલો આરસીસી રોડ ભંગાર બનતાં કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. કામમાં હલકું મટેરિયલ વાપરતાં કપચી, કોંકરા, રેતી અલગ પડી ગયા છે. પટેલ ભુરાભાઈ, ચંદુભાઈ પટેલ, હેમંતભાઈ પટેલના જણાવ્યા અનુસાર અગાઉ 20 વર્ષ પહેલાં સરકારે બનાવેલો આરસીસી રોડ મજબૂત હતો. પરંતુ આ આરસીસી રોડનું કામ અધિકારીઓના પાપે પોતાના સ્વાર્થે કોન્ટ્રાક્ટરને આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.