ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની બેઠક બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે યોજાઈ
ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની બેઠક બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે યોજાઈ
આ બેઠકમાં ઘર ઘર સંપર્ક અભિયાનના ગુજરાત પ્રદેશ સહ-સંયોજક સુરેશભાઈ ગોધાણી તેમજ વિશ્વનાથસિંહ વાઘેલા તથા બોટાદ વિધાનસભા સીટના સંયોજક ઘનશ્યામભાઈ વિરાણી,ગઢડા વિધાનસભા સીટના સંયોજક અરવિંદભાઈ વનાળીયા તેમજ આ અભિયાન ના જિલ્લા સંયોજક અને મહામંત્રી જામસંગભાઇ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં અપેક્ષિત શ્રેણીના જીલ્લા સંગઠનના હોદ્દેદારોઓ,જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ,મીડિયા અને સોશિયલ મીડિયાના ઈન્ચાર્જઓ,મંડલના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું અભિયાન દ્વારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળની ભાજપાની સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ગરીબ કલ્યાણ,મહિલા સશક્તિકરણ,આંતરિક સુરક્ષા,બાહ્ય સુરક્ષા,સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિતના વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને ૨૦૨૪ ની આગામી લોકસભા ચૂંટણીમાં પુનઃસમર્થન મેળવવાનો છે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.