વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી
વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી
શ્રી ગૌતમ પરમાર સાહેબ,પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓ દ્વારા આગામી લોકસભા ચુંટણી ની તૈયારી અન્વયે પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ બુટલેગરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ દ્વારા લોકસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બુટલેગરો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી. સોલંકી નાઓ દ્રારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ શીવકુભાઇ જેઠસુરભાઇ કરપડા રહે.રેફડા વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો. જીન્સી રોય નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા મજકુર શીવકુભાઇ જેઠસુરભાઇ કરપડા રહે.રેફડા વાળાની ધરપકડ કરી પાસા વોરંટની બજવણી કરી મજકુરને પાલારા(ભુજ)ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.