ઉપલેટામા શ્રી માનવસેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર દ્રારા સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

ઉપલેટામા શ્રી માનવસેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર દ્રારા સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું


ઉપલેટામા શ્રી માનવસેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર દ્રારા સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું

ઉપલેટામા માનવસેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આખની હોસ્પિટલ રાજકોટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતના કેમ્પ તેમજ ભોજન પ્રસાદના દાતા શ્રી સ્વ કાનાભાઈ હમીરભાઇ ભેટારીયા . સ્વ રાજીબેન કાનાભાઈ ભેટારીયા સ્વ ઉર્વિશાબેન રવિભાઈ ભેટારીયા ના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો. હસ્તે પરબતભાઈ કાનાભાઈ ભેટારીયા તરફથી આ કેમ્પ યોજવામાં આવેલ
માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થતા આ કેમ્પમાં દર મહિને અનેક ગરીબ જરૂરિયાત મંદ દર્દીઓ આ સેવા કેમ્પનો લાભ લે છે. આ કેમ્માં દર મહિને અલગ અલગ દાતાઓ સહયોગ આપે છે અને તેમના સ્વજનને નામે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ કેમ્પમાં આ વખતે 24 લોકોને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આ 24 લોકોને શ્રી રણછોડદાસ આંખની હોસ્પિટલ રાજકોટ માં વિનામૂલ્ય ઓપરેશન કરી આપશે સાથે સાથે માનવસેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત આ કેમ્પમાં રાજકોટ થી ખાસ દર મહિને સેવા આપવા આવતા ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય સાહેબ કે જેઓએ 28 થી વધુ પેશન્ટને નિદાન સારવાર કરી આપ્યું હતું તેમજ ચાંદનીબેન ઉપાધ્યાય સુજોક થેરાપીસ દ્વારા 15 દર્દીઓનો ખાસ કરીને બહેનોને સારવાર કરી આપી હતી તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી સાહેબ દ્વારા 18 દર્દીઓને સુજોક સારવાર આપવામાં આવી હતી .તેમજ રાજકોટ થી ખાસ પધારેલા ડોક્ટર હર્ષદભાઈ સોલંકી એ પણ અનેક દર્દીઓને સ્થળ ઉપર નિદાન સારવાર કરી આપી હતી અને ખાસ કરીને કપાસીના દર્દીઓને સારવાર નિદાન કરીને ઘણા દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર ઓપરેશન કરી આપ્યું હતું.આ કેમ્પ માં કુલ 170 થી વધુ દર્દીઓએ આ જ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં આવેલા દરેક દર્દીઓ તેમજ તેમજ તેમના સગા વ્હાલાઓને માનવસેવા ટ્રસ્ટના અન્નક્ષેત્ર ક્ષેત્રોમાં ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
આ કેપ ને સફળ બનાવવા માટે માનવસેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ, ડોક્ટર અર્જુન બાબરીયા, સંજયભાઈ માકડીયા, આનંદભાઈ બાવરીયા, કિશોરભાઈ ભલાણી, ગોવિંદભાઈ ધામેચા, રમેશભાઈ આહુજા, કેશુબાપા સિણોજીયા, કેશુબાપા લાડાણી ગીરીશભાઈ રાણવા, દિવ્યેશભાઈ નારીયા એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કેમ્પ ને ખૂબ સારી રીતે સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.