ઢસા જંક્શન કન્યાશાળા નો એક અનોખો ઉપવાસ મોબાઇલ ઉપવાસ
કેમ મિત્રો નવાઇ લાગીને.. આપણે ઘણા બધા ઉપવાસો જોયા છે .વ્રતો, બીજ ,અગિયારસ ,રોજા વગેરે વગેરે પરંતુ આ ઉપવાસ એકદમ નવા પ્રકારનો અને ફરજિયાત ફળ આપનારો છે ગઢડા તાલુકાની ઢસા જંકશન કન્યા પ્રાથમિક શાળામાં અવારનવાર ઇનોવેટીવ પ્રવૃતિઓ શાળામાં તથા એપીસીમાં સીપીઓ શ્રી પ્રવીણભાઈ મકવાણા દ્વારા હંમેશા કરવામાં આવે છે તેમાની એક પ્રવૃત્તિ એટલે આ મોબાઇલ ઉપવાસ મોબાઈલથી ઘણું બધું નુકસાન આપણા સમાજને થયું છે, જો કે તેના ફાયદાઓ અને ઉપયોગીતા પણ ઘણી છે, પરંતુ અત્યારે મોબાઈલ માત્ર મનોરંજનનું સાધન બની ગયું છે તેનાથી પરિવારો છૂટતા જાય છે, વિદ્યાર્થીઓનું બાળપણ છીનવાતું જાય છે, વડીલોનો આદર ભાવ ઘટતો જાય છે, મહેમાનોની આગતા સ્વાગત ઓછી થતી જાય છે માણસનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થઇ રહી છે -ટૂંકમાં કહીએ તો આપણી ભારતીય સંસ્કૃતિનું ખેદાન મેદાન થઈ રહ્યું છે ડોક્ટરો અને ચિંતકો તો એવું કહે છે કે થોડા વર્ષોમાં દરેક ઘરમાં એક પાગલ માણસ હશે ,અને તેનું કારણ મોબાઇલ હશે. અત્યારે મોટાભાગના લોકો રીલ્સ જોવામાં , સ્ટેટસ જોવામાં અને મુકવામાં પોતાનું સાચું સ્ટેટસ ગુમાવી બેઠા છે આવા સમયે સીપીઓ અને શિક્ષક પ્રવીણભાઈને એસ પી સી નાં એક મોડ્યુલ મિડીયા સાક્ષરતા ભણવાતા- ભણાવતા આ મોબાઈલથી લોકો દૂર રહે તે માટે પ્રવૃતિ વિચારી અને તેનું નામ એટલે જ ' હું બનું મોબાઈલ ઉપવાસી ' છે મીડિયા સાક્ષરતા આ મોડ્યુલની સામાજિક કક્ષાએ ઉપયોગીતા સાબિત કરવા માટે પ્રોજેક્ટ કરવામાં આવ્યો .જેમાં મૂળ સમસ્યા - નાના બાળકો અને મોટેરાઓ મોબાઈલનો જરૂર મુજબ અને એટલો જ ઉપયોગ કરે આ સમસ્યાના નિરાકરણ માટે એસપીસી ના તમામ 44 કેડેટસ અને સીપીઓ સાહેબે દર રવિવારે મોબાઈલ નો ઉપયોગ નહીં કરવાનો સંકલ્પ અને શપથ લીધા વિદ્યાર્થીનીઓએ રવિવારે પોતાના મનને ઘણી મુશ્કેલીઓથી સંયમિત રાખી મોબાઈલ નો ઉપયોગ ન કર્યો. હવે તે ઉપવાસ તેમને માટે નિયમિત બની ગયો હતો અને તેમનાં વાલીઓનાં પ્રતિભાવો પણ ખૂબ જ સારા હતા. મોબાઈલથી દૂર રહી આ કેડેટ્સ ઘરકામ, વાંચન, મિત્રો સાથે મેદાની રમતો, દાદા-દાદી સાથે ચર્ચા તથા તેમની સેવા વગેરે પ્રવૃતિ કરતા હતા અને તેનાથી તેમને આનંદ મળતો હતો હવે આ પ્રોજેક્ટ માત્ર એસપીસી પ્રવૃત્તિ પૂરતો જ સીમિત ન રહેતા શાળાના શિક્ષક સ્ટાફ, શાળાની અન્ય વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીનીઓના સગા-સંબંધીઓ પણ જોડાયા હતાએસપીસી ટીમ દ્વારા શેરીએ શેરીએ ફરી ને તથા ગામની અન્ય શાળાઓમાં જઈને આ ઉપવાસની જાણ કરી હતી આ ઉપરાંત ઢસા જંકશન ની આજુબાજુના ગામડાઓ જેવા કે જલાલપુર, માંડવા ,મોટા ઉમરડા તથા ઢસાગામમાં જઈને ત્યાંની શાળાઓમાં પણ મોબાઈલ ઉપવાસ કરવાની વિનંતી સાથે સુંદર રજૂઆત કરી હતી તેના પરિણામે અત્યારે મોબાઈલ ઉપવાસી તરીકે 650 જેટલા બાળકો, શિક્ષકો અને વડીલો જોડાયેલા છે. જે એક ખૂબજ આનંદ દાયક વાત છે વડિલોનાં માટે તેઓ નિયમિત સાંજે 7:00 થી 9:30 સુધી મોબાઈલથી દૂર રહે તો પણ મોબાઈલ ઉપવાસી ગણાય તેઓ અતિઆવશ્યક ફોન કરી પણ શકે છેઆ પ્રવૃતિ માટે સીપીઓસાહેબનો વિચાર આ મોબાઇલ ઉપવાસ - ગુજરાતના દરેક ગામે-ગામ પહોંચે અને લોકો-બાળકો પોતાનું જીવન આનંદપ્રદ, નિરોગી અને સંસ્કૃતિમય બનાવે તેવી મનોકામનાઓ છે તો આપ પણ આ યજ્ઞમાં જોડાઓ તેવી વિનંતી છે
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.