ફ્લેગ માર્ચ પૂર્ણ થઇ: ચૂંટણીને લઇ હિંમતનગરના 16 વિસ્તારમાં CISFની 4 કિમી ફ્લેગ માર્ચ
હિંમતનગર | લોકસભાની ચૂંટણીને લઈને હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે સ્થાનિક પોલીસ સાથે સીઆઈએસેફ દ્વારા 16 વિસ્તારમાં 4 કિલોમીટરની ફ્લેગ માર્ચ કરાઈ હતી. ફ્લેગ માર્ચની શરૂઆત બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી કરાઇ હતી. ફૂટ પેટ્રોલિંગ કરતાં ટાવર સર્કલ,બગીચા વિસ્તાર જૈન દેરાસર, ભાગ્યોદય ડેરી, હુસૈની ચોક,અલકાપુરી,માણેકકૃપા સ્કૂલ,કલેકટર કચેરી ચાર રસ્તા,ન્યાય મંદિર ચાર રસ્તા,હસનનગર,પરબડા રોડ,હસનનગર આવાસ યોજના,હસનનગર રાજનગર પ્રાથમિક શાળા, હસનશહીદ દરગાહ અને ન્યાય મંદિર ચાર રસ્તા સુધી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. ત્યારબાદ વાહનમાં ન્યાય મંદિરથી મહેતાપુરા સર્કલ થઈને માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તાર,માલીવાડ છાપરિયા પંચાયત,બ્રહ્માણીનગર,ધાણધા,મહેતાપુરા એન.જી.સર્કલ થી પરત ન્યાય મંદિર ચાર રસ્તા થઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફ્લેગ માર્ચ પૂર્ણ થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.