વિંછીયા પાસેથી ૧૪ ટન શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો રૂરલ એસઓજીએ ઝડપી લીધો
આઇસર ચાલકની અટકાયતઃ વિંછીયાના મનસુખ તલસાણીયાએ જથ્થો ભરી આપ્યો'તોઃ પોલીસે પુરવઠા ખાતાને જાણ કરી
વિંછીયા પાસેથી રૂરલ એસઓજીએ શંકાસ્પદ ઘઉં તથા ચોખાનો જથ્થો પકડી પાડી તપાસ હાથ ધરી છે.
જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તરફથી જીલ્લામાં ગે. કા. અનાજનું વેચાણ કે, હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ. ઓ. જી. પો. ઇન્સ. એફ. એ. પારગીના માર્ગદર્શન હેઠળ એસ. ઓ. જી શાખાના પો. સબ. ઇન્સ. બી. સી. મિયાતરા સ્ટાફ સાથે વિંછીયા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન તેઓને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વિંછીયા પાળીયાદ રોડ, માંડવરાય હોટેલ ખાતે વોચ તપાસ ગોંઠવી માલવાહક આઇસર ચાલક મેલા ભીખાભાઇ આલગોતર (ઉ.૩૦) ધંધો- ડ્રાઇવીંગ રહે. મોટા માત્રા તા. વિંછીયા જી. રાજકોટ વાળાનું કબ્જા ભોગવટા વાળા આઇસર નંબર જીજે-૦૪-એકસ-૬૫૩૬ માંથી શંકાસ્પદ ચોખાની બોરી નંગ ર૩૧ તથા ઘઉંની બોરી નંગ-૪૦ ૧૪ ટન કિ. ૪.૩૬ લાખ તથા આઇસર મળી કુલ રૂા. ૧ર.૩૬ લાખનો મુદામાલ કબ્જે કરી પુરવઠા ખાતાને જાણ કરાઇ હતી. પકડાયેલ આઇસર ચાલકને આ જથ્થો મનસુખ તલસાણીયા રહે. વિંછીયા શિતળા માતાજીના ઢોરા-પાસે તા. વિંછીયા ભરી આપ્યાનું ખુલતા મનસુખની શોધખોળ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ. એસ. આઇ. જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરંજની પો. હેડ કો. વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિંહ જાડેજા, અમીતભાઇ કનેરીયા પો. કો. વિજયભાઇ ગૌસ્વામી, શિવરાજભાઇ ખાચર તથા ચીરાગભાઇ કોઠીવાર જોડાયા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.