ભાભર ખાતે માનવતા ગ્રુપ દ્વારા પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું.
ભાભર ખાતે માનવતા ગ્રુપ દ્વારા પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું.
આજરોજ ભાભર રાધનપુર રોડ ઉપર આવેલ ગાય સર્કલ પાસે માનવતા ગ્રુપ દ્વારા પાણીના કુંડા ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
20 મી માર્ચ વિશ્વ ચકલી દિન નિમિતે લુપ્ત થતી ચકલીને બચાવવા ઘર આંગણે માળા બનાવો અંતર્ગત મનાવતા ગ્રુપ ભાભર દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
આજના ટેકનોલોજીના યુગમાં સિમેન્ટ-ક્રોંકીટના જંગલો વચ્ચે ઘર આંગણાનું પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે ત્યારે આવનારી પેઢી ચકલીના દર્શન કરી શકે તે માટે ઘરઆંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે વિશ્વ ચકલી દિન ઉજવાય છે.
દર વર્ષે તા.૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાય છે. વિશ્વ ચકલી દિનની ઉજવણીનો હેતુ આપણી આસપાસના પરિસરમાં, રોજીંદા જીવનમાં ચકલી જેવા માનવ મિત્ર પક્ષીની ઘટતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો છે.
બાળપોથીમાં ગુંજતુ ગીત ''ચકી બેન ચકી બેન મારી સાથે રમશો કે નઈ ?''ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા વિશ્વ ચકલી દિન નિમિત્તે આપાણાં ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવુ જોઈએ. ટેકનોલોજીના યુગમાં વિકાસની પાછળ આંધળી દોટ મુકતો માનવી યેનકેન પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે.
તેની સીધી અસર જનજીવનની સાથે સાથે પશુ-પંખીઓ ઉપર પણ વર્તાઈ રહી છે. પ્રવર્તમાન સમયના કોંક્રીટ જંગલોમાં વૃક્ષોનું સ્થાન મોબાઈલ ટાવરોએ લીધુ છે ત્યારે ઘર આંગણાના પક્ષી ચકલી માટે પોતાના માળા માટેની જગ્યા પસંદ કરવાની સમસ્યા ઉભી થઈ છે.
જો માનવી વિકાસની આંધળી દોટમાં આવી જ રીતે પ્રવૃત્ત રહેશે તો ચકલી અને તેના જેવા અનેક ઘર આંગણાના પક્ષીઓ મૃતઃ પ્રાય પ્રજાતિ બની જશે. ચકલી બચાવો અભિયાન અંતર્ગત કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીના માળા તેમજ પાણી પીવાના કુંડાનું વિતરણ કરી આ નાશઃપ્રાય પ્રજાતિને બચાવી લેવાના પ્રયાસો થાય છે.
વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીઓના ચીં..ચીં...ચીં... કલકલાટને પાછા લાવવાના પ્રયાસરૂપેભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કાર્ય કરતી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મોટી સંખ્યામાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ ભાભર માં કરવામાં આવ્યું.
રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.