એકલવ્ય પ્રવેશ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સંપૂર્ણ પરીક્ષાની તૈયારી કરાવતા ન્યુ પાર્થ તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણા
એકલવ્ય પ્રવેશ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સંપૂર્ણ પરીક્ષાની તૈયારી કરાવતા ન્યુ પાર્થ તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણા
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા , સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા તેમજ P.S.E. ચિત્રકામ,N.M.M.S જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી - મોરા - એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજુબાજુ વિસ્તારના વિદ્યાર્થીઓ એકલવ્ય પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરી અને પરીક્ષા આપે તે માટે સંજેલી - મોરા - સુખસર કેન્દ્રો ખાતે એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. દિલીપકુમાર મકવાણા એ જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારમાં કોઈ અનાથ બાળક હોય અને તેમને એકલવ્ય પ્રવેશ પરીક્ષા આપવાની હોય તો તેમને વિનામૂલ્યે જરૂરી મટીરીયલ, તાલીમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. મોરા ખાતે અશ્વિનભાઈ સંગાડા અને સુખસર ખાતે રાજુભાઈ મકવાણા એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તાલીમ આપી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.