રાજકોટ શહેરમાં આ સપ્તાહે ગરમીનો પારો હવે 40 ડિગ્રીને કુદાવશે - At This Time

રાજકોટ શહેરમાં આ સપ્તાહે ગરમીનો પારો હવે 40 ડિગ્રીને કુદાવશે


રાજકોટ શહેરમાં સતત બે દિવસથી મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ છે. આ સાથે સતત બીજા દિવસે રાજકોટ શહેર રાજ્યનું સૌથી ગરમ મથક તરીકે નોંધાયું છે અને ભુજ પણ તેમાં રાજકોટ સાથે રહ્યું છે. જોકે હજુ પણ ગરમી વધશે તેવી આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહે પોરબંદર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ છે જેની અસર પાંચ દિવસ રહેશે અને સૌરાષ્ટ્રમાં પણ અસર વર્તાશે. દરિયાકાંઠાના વિસ્તારમાં હીટવેવને પગલે વાતાવરણ અસહ્ય બની શકે છે. આ હીટવેવની અસર તળે રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન પણ હાલ 18 ડિગ્રી સેલ્સિયસથી વધીને 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.