તમે મોબાઈલ નહીં, મોબાઈલ તમને ચલાવે છે!
મોબાઈલના નુકસાન સામે મનોવિજ્ઞાનના છાત્રોએ જાગૃતિ ફેલાવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા અધ્યક્ષ ડૉ.યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ મોબાઈલ મેનિયાથી લોકોને જાગૃત કરવા માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આધુનિક સમયમાં માનવી પોતાના સગાઓ કરતા મોબાઇલમાં રચ્યો પચ્યો રહે છે. ઘણા માતા-પિતા પાસે પોતાના બાળકો માટે સમય નથી પરંતુ મોબાઈલ જોવાનો સમય છે. વાહનચાલકો ચાલુ વાહને પણ મોબાઈલનો ઉપયોગ કરે છે જેથી પોતાની અને બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકે છે.
મોબાઈલથી વ્યક્તિ દૂર તો નથી થવાનો પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આ હેતુસર મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા એક સામાજિક જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.