જસદણ વિછીયા પંથકમાં કરોડો રૂપિયાના વિકાસના કામોની ચાદર પથરાઈ રહી છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કરતા ભાવેશ વેકરીયા તથા નગરજનો
જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ વિછીયા પંથકના કરોડોના કામોને મંજૂરી મળી છે કામોની વિગત જોઈએ તો જસદણ નાની લાખાવાડ રોડ અંદાજિત રકમ 225 લાખ, ઈશ્વરીયા એપ્રોચ રોડ અંદાજિત રકમ 200 લાખ, વિછીયામાં નવાગામ થી સોમનાથ રોડ 200 લાખ, વિંછીયામાં બંધાળી વનાળા સનાળા રોડ અંદાજિત રકમ 300 લાખ, જસદણમાં કમળાપુર કડુકા રોડ અંદાજિત રકમ 200 લાખ, જસદણમાં કાનપર ઈશ્વરીયા રોડ અંદાજિત રકમ 400 લાખ, જસદણમાં જસાપર કાનપુર રોડ અંદાજિત રકમ 100 લાખ, વિછીયામાં નાના માતરા થી શેખદોડ રોડ અંદાજિત રકમ 650 લાખ તેમજ જસદણમાં આટકોટમાં કન્ટ્રક્શન ઓફ ન્યુ રિચાર્જ ટેન્ક વિલેજ ટેન્ક અંદાજિત રકમ ત્રણ કરોડ 3,39,5000 રૂપિયા ના કામો ની મંજૂરી થતા જસદણ આટકોટ વિંછીયના નગરજનો અને ભારતીય જનતા પાર્ટીના જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યો હતો. વધુમાં ભાવેશભાઈ જણાવ્યું હતું કે આ વિસ્તારના અને નગરજનોના ચાહક વ્યક્તિ એટલે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા તથા પ્રયાસોને આધીન આવા વિકાસના કામો થયા છે અને ભવિષ્યમાં પણ જ્યાં વિકાસનું કામ હશે ત્યાં હંમેશા કુંવરજીભાઈ બાવળીયા અગ્રેસર રહેશે. અને રોડ રસ્તા અને પાણીને લાગતા કામો થવાથી લોકોને રાહત થશે. વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ કામો ફક્ત ભાજપની સરકાર હોવાથી મળી રહ્યા છે અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અને કુંવરજીભાઇ બાવળિયાના અથાગ પ્રયાસોથી જસદણ વીંછિયા પંથકમાં વિકાસના કામોની ચાદર પથરાઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.