જસદણ નજીક આવેલ ઘેલાં સોમનાથ મંદીરના વિકાસ માટે રૂ ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્તને આવકારતાં અલ્પેશભાઈ રૂપારેલિયા વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નજીક આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવના મંદિરના વિકાસ માટે રૂ ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાની રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોષી એ ઝડપભેર દરખાસ્ત ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડમાં કરતાં આ અંગે જસદણના યુવા સામાજિક આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા અને વિજયભાઈ રાઠોડએ કલેકટર પ્રભવ જોષીની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે જસદણ નજીક આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિર અભુતપૂર્વ હિન્દુ વારસો ધરાવે છે અને લાખો લોકોના આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે પણ સમય સંજોગના કારણોસર કેટલાંક ભાગોનો વિકાસ થયો નથી ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ રૂપિયા ૧૦ કરોડની માંગ સાથે વિસ્તૃત દરખાસ્ત ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપતા આ પગલું આવકારદાયક છે રિપોર્ટ સોંપતા દેશનાં હજજરો શિવભકતોમાં આનંદ છવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.