ભેળસેળ યુક્ત સુકા દળેલા લાલ મરચાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે ટીમ બોટાદ - At This Time

ભેળસેળ યુક્ત સુકા દળેલા લાલ મરચાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે ટીમ બોટાદ


ભેળસેળ યુક્ત સુકા દળેલા લાલ મરચાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે ટીમ બોટાદ

૧૨/૦૩/૨૦૨૪ ના રોજ એસ.ઓ.જી કચેરી ખાતે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ એસ.ઓ.જી.કચેરી ખાતે હાજર હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, બોટાદ, પાળીયાદ રોડ, જી.આઇ.ડી.સી વિસ્તારમાં પ્લોટ નં.૨૪ માં ભરતભાઇ ગોપાળભાઇ દેગામાં રહે.બોટાદ, પંજવણી કાંટા પાસે તા.જી.બોટાદવાળો ભેળશેળ યુક્ત ચીલી મરચુ બનાવી વેચાણ અર્થે બહાર મોકલે છે અને હાલ પણ તે કામગીરી ચાલુ છે. જેથી ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ ઝડતી તપાસ કરતાં હકીકત મુજબની ચીજવસ્તુ મળી આવતા ફુડ એન્ડ સેફ્ટી ઓફિસરશ્રીને જાણ કરી જેઓને સ્થળ ઉપર બોલાવતા પોતાની ટીમ સાથે સ્થળ ઉપર આવેલ અને દળેલ મરચાના પાવડરમાં ચેક કરતાં જેમાં આ મજકુર ઇસમ મકાઇના લોટની ભેળશેર કરતો હોવાની હકીકત જણાવેલ તેમજ પોતાનુ લાઇસન્સ પણ માહે-૧૧/૨૦૨૩ ના રોજ પુર્ણ થઇ ગયેલ હોય જેણી સદરહુ જથ્થો ૨૪૩૮ કિ.ગ્રામ કિ.રૂ. ૪,૮૭,૬૦૦/ નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.અને આગળની કાર્યવાહી પોલીસ ઇનસપેક્ટર એ.જી.સોલંકી એસ.ઓ.જી.શાખા બોટાદનાઓએ સંભાળેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.