મનપાના કર્મી સાથે 2.98 લાખની ઠગાઇ; ડ્રીમ-11માં તમે રૂ.2.75 લાખ જીત્યા છો નો મેસેજ મોકલી નાણાં ખંખેર્યા
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ડ્રીમ-11માં રૂ.75 હજાર જીત્યા છો તેવો મેસેજ મોકલી ગઠિયાએ અલગ અલગ ચાર્જના નામે રૂ.2.98 લાખ પડાવ્યા હતા. વિમલનગર મેઇન રોડ પરની મંગળ પાંડે ટાઉનશિપમાં રહેતા અને મહાનગરપાલિકામાં લીગલ શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતાં ચિરાગ નાનજીભાઇ ખીમસુરિયા (ઉ.વ.30)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.