બરવાળા પી.જી.વી.સી.એલના નાયબ ઈજનેર વતી રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા વચેટીયાને ઝડપી લીધો નાયબ ઇજનેર પકડવા કાર્યવાહી હાથ ધરી - At This Time

બરવાળા પી.જી.વી.સી.એલના નાયબ ઈજનેર વતી રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા વચેટીયાને ઝડપી લીધો નાયબ ઇજનેર પકડવા કાર્યવાહી હાથ ધરી


બોટાદ એસીબીને બરવાળા જાગૃત નાગરીકે કરીલે ફરીયાદના‌ આધારે બરવાળા એસીબીએ ટેપ કરતા બરવાળા પીજીવીસીએલના નાયબ ઇજનેર વતી રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા વચેટીયાને રંગે હાથ ઝડપી લીધો હતો જ્યાંરે નાયબ ઇજનેરને પકડવા કાર્યવાહી શરૂ કરી છે બોટાદ જિલ્લાના બરવાળા ના એક જાગૃત નાગરીકે બરવાળા ખાતે પોતાના કોમર્શિયલ કોમ્પલેક્ષ માટે પીજીવીસીએલના ચાર વિજ કનેકશનોનો માંગણી કરેલ જે માટે જાગૃત નાગરીકે બરવાળા પીજીવીસીએલના નાયબ ઇજનેરે એક કનેકશનના ૫ હજાર લેખે કુલ ચાર કનેકશનના ૨૦ હજારની માંગણી કરેલ અને આ લાંચની રકમ અઝરદિન માંકડ નામના વ્યક્તિ ને આપવાનું કહેલ જેથી આ લાંચના નાણાં જાગૃત નાગરીક આપવા માંગતા ન હતાં જેથી બરવાળાના જાગૃત નાગરીકે બોટાદ એસીબીનો સંપર્ક કરીને તમામ હકીકત જણાવી હતી જેથી બોટાદ એસીબી એ લાંચની છટકું ગોઠવવામાં આવેલ અને ટેપ દરમ્યાન જાગૃત નાગરીક પાસેથી પીજીવીસીએલના નાયબ ઇજનેરે જણાવેલ વચેટીયા અઝરદિન માંકડે જાગૃત નાગરીક સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને નાયબ ઇજનેર મનીષ પરમાર વતી રૂપિયા ૨૦૦૦૦ લાંચની માંગણી કરી લાંચ ના નાણાં સ્વીકાર્યા હતા તે દરમ્યાન બોટાદ એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો એસીબીએ બંને વિરુદ્ધ ફરીયાદ નોંધીને પીજીવીસીએલ નાયબ ઇજનેર મનીષ પરમાર ને પકડવા કાર્યવાહી હાથ ધરી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.