જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું - At This Time

જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું


જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટ, જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સદરહુ લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના જસદણના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ & એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે તથા એડી.સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠક્કર સાહેબ દ્રારા તથા રજીસ્ટારશ્રી એમ.બી.પંડયા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરીશ્રી જે.એ.સોયા તથા ન્યાયાલયના કર્મચારીઓ તથા હાજર પી.જી.વી.સી.એલ તથા બેન્કના કર્મચારીઓ તથા પક્ષકારો તેમજ વકીલોશ્રીઓની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી. સદરહુ લોક અદાલતમાં એક જ દિવસમાં કોર્ટમાં પ્રિલીટીગેશન તથા સ્પેશીયલ સેટિંગના કેસોમાં કુલ ૧,૩૦,૫૪૮ /- જેટલી રકમનો દંડ એક જ દિવસમાં રિકવર કરવામાં આવેલ.આમ કુલ ૩૧૯ કેસના નિકાલ કરવામા આવેલ. આ લોક અદાલતનો બહોળી સંખ્યામાં પક્ષકારોએ લાભ લીધેલ.આમ આગામી લોક અદાલત તારીખ - ૧૧/૦૫/૨૦૨૪ના રોજ યોજાશે અને વધુ ને વધુ પક્ષકારોલોક અદાલતમાં જોડાય અને જેમાં " ના કોઈની જીત, ના કોઈની હાર " ના સૂત્ર સાથે જે પક્ષકારો સમાધાનકારી વલણ અપનાવવા માગતા હોત તો તેમને પોતાનો કેસ લોક અદાલતમાં મુકાવી સમાધાનનુ વલણ અપનાવવા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયા સાહેબે તેમની યાદીમાં જણાવેલ છે. (સંકલન બાય:-એડવોકેટ પ્રકાશ પ્રજાપતી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.