હળવદમાં ટેલિફોન એક્સચેન્જ પાસે પાર્ક કરેલ ટ્રકની ચોરી - At This Time

હળવદમાં ટેલિફોન એક્સચેન્જ પાસે પાર્ક કરેલ ટ્રકની ચોરી


હળવદ ટેલિફોન એક્સચેન્જ નજીક પાર્ક કરેલ ટાટા કંપનીના ટ્રકની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર હળવદના પંચમુખી ઢોરા પાસે રહેતા ભીમાભાઇ કાળુભાઇ ગમારા ઉવ.૩૯ એ હળવદ પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ લખાવી જાહેર કર્યું કે ગત તા.૦૭/૦૩ના રોજ હળવદ ટેલિફોન એક્સચેન્જ નજીક સાંજના સમયે પાર્ક કરેલ ટાટા કંપનીનો ટ્રક રજી નંબર GJ-10-X-5465 જેના ચેસીસ નંબર 37 3344LTZ144142 તથા એન્જી.નં.697TC55LTZ155713 જેની કિંમત ૧૦લાખ ટાટા કંપનીનો ટ્રક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોય. ટ્રકની ચોરી અંગે પ્રથમ પાર્ક કરેલ ટ્રકની નજીક પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા.૦૭/૦૩ના રાત્રીના પોણા બારેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ટ્રકને હંકારીને લઇ જતો હોવાની જાણ થતા પ્રથમ એએફઆઇઆર બાદ હળવદ પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.