મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે શહેરા તાલુકાના પાલિખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકોનુ ઘોડાપુર ઉમટ્યુ - At This Time

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે શહેરા તાલુકાના પાલિખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકોનુ ઘોડાપુર ઉમટ્યુ


હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નારાથી ગુંજી ઉઠ્યુ શિવાલય

શહેરા,
પંચમહાલ જીલ્લાના મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે શિવાલયોમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટયુ હતુ. શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભાવિકોનો દર્શન કરવા જમાવડો જોવા મળ્યો હતો.સાથે મંદિર પરિસરમાં ભરાયેલા મેળાનો પણ આનંદ ભાવિકોએ માણ્યો હતો. ભાવિકોએ મરડેશ્વર મહાદેવના શિવલિંગ પર બિલીપત્ર,ફુલ,જળનો અભિષેક કર્યો હતો. મરડેશ્વર મંદિર પરિસર હરહર મહાદેવના નારાથી ગુજી ઉઠ્યુ હતુ.પૌરાણિક કહેવાતુ આ મરડેશ્વર મહાદેવનુ શિવલીંગ દર વર્ષે ચોખાના દાણા જેટલુ વધતુ હોવાની લોકવાયકા જોડાયેલી છે.અને અહી દર્શન કરવાથી દરેક મનોકામના પુર્ણ થાય છે.
પંચમહાલ જીલ્લામા મહા શિવરાત્રીના પર્વની ઉજવણી કરવામા આવી હતી.જેના નિમિત્તે જીલ્લામા આવેલા વિવિધ શિવાલયોમાં ભાવિકોનુ ઘોડાપુર ઉમટ્યુ હતુ. શહેરા તાલુકાના પાલિખંડા ગામે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. આ મંદિરમાં 8 ફુટ જેટલુ વિશાળ સ્વયંભુ શિવલીંગ આવેલુ છે.અને દર વર્ષે ચોખાના દાણા જેટલુ આ શિવલીંગ વધતુ હોવાની લોકમાન્યતા જોડાયેલી છે.શિવરાત્રીને લઈને વહેલી સવારથી ભાવિકો મરડેશ્વર દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મરડેશ્વર મંદિર પરિસરમાં ભાવિકોની લાઈનો જોવા મળી હતી.સાથે સાથે પરિસરમાં હર હર મહાદેવ તેમજ ઓમ નમ શિવાયના નારાઓ ગુજી ઉઠ્યુ હતુ. મરડેશ્વર મહાદેવ ને ભાવિકોએ દુધજળ,પુષ્પો, નો અભિષેક કરવામા આવ્યો હતો. અને ધન્યતા અનૂભવી હતી. શિવરાત્રીને લઈને અહી મેળો પણ ભરાયો તેનો આનંદ પણ લોકોએ માણ્યો હતો. આ શિવાલય હાલોલ- શામળાજી સ્ટેટ હાઈવેને અડીને આવેલુ હોવાથી અહીથી પસાર થતા લોકોએ પણ મરડેશ્વર મહાદેવના દર્શન કરવાનો આનંદ માણ્યો હતો.શિવરાત્રી પર્વને લઈ આ મરડેશ્વર મહાદેવ મંદિરે માત્ર પંચમહાલ જ નહી પણ મહિસાગર,દાહોદ સહિતના જીલ્લાઓમાંથી પણ ભાવિકો ઉમટી પડ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ દ્વારા પણ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. શહેરાનગરમા આવેલા તેમજ ગ્રામીણ વિસ્તારમાં જેમ કે કોઠા ગામ પાસે આવેલા ડેઝરનાથ મહાદેવ મંદિર ખાતે પણ શિવરાત્રી પર્વને લઈને ઘોડાપુર ઉમટ્યુ હતુ. અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

અહેવાલ- વિનોદ પગી,શહેરા


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.