માધાપર ચોકડીએ ટ્રાફિક જવાન પ્રશાંત પર રીક્ષા ચાલકનો હુમલો
ટાઢ તડકો સહન કરીને ટ્રાફીક નિયમોનું પાલન કરાવતા ટ્રાફીક જવાનને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. માધાપર ચોકડી પાસે ટીઆરબી જવાન ફરજ પર હતો ત્યારે સિગ્નલ બંધ હોય છતાં રિક્ષા ચાલકે સિગ્નલ તોડતાં રોક્યો હતો.
જેથી રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ જઈને ટીઆરબી જવાનને માર મારતા માર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ માનદ વેતનથી ઓછા પગારે નોકરી કરતાં ટીઆરબી જવાન પ્રશાંત ભરતભાઈ ગોહેલ (ઉ.વ.23 રહે. નાગેશ્વર મહાવીર રેસીડેન્સી) માધાપર ચોકડી પાસે પોતાની ફરજ પર હતાં. ત્યારે આજે બપોરે માધાપર ચોકડીનું સિગ્નલ બંધ હતું. ત્યારે રિક્ષા ચાલકે સિગ્નલ તોડતાં તેને રોક્યો હતો.
જેથી રિક્ષા ચાલક હરી મોહન બાંભવાએ ઉશ્કેરાઈ જઈને ટીઆરબી જવાનને કડા વડે માર મારી માથાના ભાગે ઈજા પહોચાડી હતી. બાદ ટીઆરબી જવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રશાંત ચાર વર્ષથી ટ્રાફીક શાખામાં નોકરી કરે છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.