જૂની અદાવતનો ખાર રાખી સરપંચના પતિ એડવોકેટ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ
હડમતીયા (બેડી) ગામમાં ચાર માસ પહેલાં સી.સી. રોડ તોડી પાણીની પાઈપ લાઇન નાંખવા મામલે થયેલ ઝઘડામાં ગઈકાલે બંને પક્ષ ગામના પાદરમાં સામસામે આવી જતાં મોટી મારામારી થઈ હતી. જેમાં સરપંચના પતિ એડવોકેટ પર એક મહિલા સહિત ત્રણ શખ્સોએ હિંચકારો હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ યુવાન પર એડવોકેટ અને તેના ભાઈએ હુમલો કરતાં બંને ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. કુવાડવા રોડ પોલીસે સામસામી ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટના હડમતીયા (બેડી) ગામે રહેતાં ભાવેશભાઇ રધુભાઈ બાંભવા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરગોવિંદ કુબાવત, પરશુરામ કુબાવત, ભારતીબેન કુબાવત (રહે. તમામ હડમતીયા) ના નામ આપતાં કુવાડવા રોડ પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ વકીલાત કરે છે અને તેમના પત્ની પારૂલબેન છેલ્લા બે વર્ષથી ગામમાં સરપંચ તરીકે સેવા આપે છે. ગઈકાલે સવારે નવેક વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી રાજકોટ ઓફીસે જવા માટે નીકળેલ હતાં. ગામના ઝાપા પાસે આવેલ પાનના ગલ્લે સીગારેટ પીવા માટે ગયેલ ત્યારે ગામના હરગોંવિદ કુબાવત ત્યાં હાજર હોય અને તેણે મને કહેલ કે, મે તને કીધેલ નથી કે તારે આ બાજુ આવવાનુ નહી તેમ કહી બોલાચાલી કરવા લાગેલ અને ગાળો આપી તેના ઘરેથી લાકડાનો ધોકો લઇ આવેલ અને માથાના ભાગે એક ઘા ઝીંકી કહેલ કે, આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી ફરીવાર ધોકો માથામાં ફટકારવા લાગેલ હતો.
દરમિયાન તેઓને લોહી નીકળવા લાગતા એડવોકેટના ભાઈ દોડી આવેલ અને તેઓને છોડાવવા જતા હરગોંવિદના પત્ની ભારતીબેન અને તેના ભાઈ પરશુરામ ઘસી આવેલ કહેવા લાગેલ કે, આજે તો તને જવા દેવો જ નથી તેમ કહી લાકડાના ધોકા વડે માર મારી નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરિયાદીને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ચારેક મહિના પહેલા હરગોવિંદ કુબાવતના પત્ની ભારતીબેન આંગણવાડીમાં નોકરી કરતા હોય અને તેઓ સમયસર નોકરીમાં હાજર રહેતા ન હોય તેમજ તેઓએ ગામમાં બનાવેલ સી.સી રોડ તોડી નવું નળ કનેક્શન લીધેલ હોય જે બાબતે તેઓને રીપેરીંગ કરવાનું કહેતા ઝઘડો થયેલ તે બાબતનો ખાસ રાખી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે સામાપક્ષે હડમતીયા (બેટી) ગામમાં રહેતાં હરગોવિંદભાઇ અરવિંદભાઈ કુબાવત (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ બાંભવા અને મહેશ બાંભવાનું નામ આપી જણાવ્યું હતું કે, તે પેટ્રોલપંપમાં નોકરી કરે છે અને તેમના પત્ની ભારતીબેન ગામમાં આવેલ આંગણવાડીમાં છેલ્લા છ વર્ષથી વર્કર તરીકે નોકરી કરે છે.
ગઈકાલે સવારના તેઓ ગામમાં આવેલ પાનના ગલ્લે ફાકી ખાવા માટે ગયેલો ત્યારે ભાવેશ બાંભવા તથા તેનો ભાઈ મહેશ બાંભવા ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, તમને આ બાજુ આવવાની ના પાડેલ છે છતાં પણ કેમ આવો છો કહી જેમ ગાળો દેવા લાગેલ અને ભાવેશ બાંભવાએ તેની હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે હુમલો કરી માથામાં ઘા ઝીંક્યા હતાં. તેમજ તેના ભાઈ મહેશે પણ ધોકા વડે હુમલો કરતાં તેઓ નીચે પટકાયા હતાં. તેમજ ઢીકા-પાટુનો મારમારી કહેલ કે, હવે પછી જો એકલો મળીશ તો તને જાનથી મારી નાખવો છે અને મારી ગાડી વડે તને ગમે ત્યારે ટક્કર મારી દઈશ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં તેઓએ બનાવના કારણ અંગે જણાવ્યું કે, પાંચેક મહિના પહેલા અમારા ઘરે નળ કનેક્શન લેતા રોડનું ખોદકામ કરેલ હોય જે બાબતે ભાવેશ બાંભવાએ મને માર મારેલ હોય જે અંગે કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ આપેલ હતી જે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી
કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીઆઈ વિ. આર. રાઠોડ અને ટીમે હાલ સારવારમાં રહેલ આરોપીની અટક કરવાં તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.