આત્માનિર્ભર ભારતના માધ્યમથી સ્વસ્થ વ્યક્તિ, સ્વાસ્થ્ય સમાજનું નિર્માણ કરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે એન્જિનિયરિંગના છાત્રોને ડો. કથીરિયાનું માર્ગદર્શન - At This Time

આત્માનિર્ભર ભારતના માધ્યમથી સ્વસ્થ વ્યક્તિ, સ્વાસ્થ્ય સમાજનું નિર્માણ કરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે એન્જિનિયરિંગના છાત્રોને ડો. કથીરિયાનું માર્ગદર્શન


આત્માનિર્ભર ભારતના માધ્યમથી સ્વસ્થ વ્યક્તિ, સ્વાસ્થ્ય સમાજનું નિર્માણ કરીએ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે એન્જિનિયરિંગના છાત્રોને ડો. કથીરિયાનું માર્ગદર્શન

રાજકોટ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. કથીરિયાએ રાજકોટ ની ગવર્મેન્ટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના માધ્યમથી "સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ સમાજ"નું નિર્માણ કરવાનો સમય આવી પહોંચ્યો છે.ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, કણકોટ અને બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં ડો. કથીરિયા એ વધુમાં કહ્યું હતું કે, મેડિકલ ડિવાઇસ પાર્ક દ્વારા ઇલેક્ટ્રો- મેડિકલ અને હોસ્પિટલના ઇક્વિપમેન્ટ માટે ઇનોવેશન તેમજ મેન્યુફેક્ચરિંગ માટે આગળ આવવું પડશે.
કીડની સુરક્ષિત તો સ્વાસ્થ્ય સુરક્ષિત વિશે હોસ્પિટલ ના સ્થાપક ટ્રસ્ટી ડો. પ્રદીપભાઈ કણસાગરાએ કીડની રોગોથી બચવા અને અટકાવવાની ઉપયોગી ટીપ્સ આપી હતી.
આ પ્રસંગે એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. કિશોર મારડિયા, પ્રોફેસર પરમાર, પ્રોફેસર વસાણી તેમજ ટ્રસ્ટી શ્રી અરૂણભાઇ પટેલ અને શાંતિભાઈ ફળદુ, જીવદયા પ્રેમી શ્રી મિત્તલભાઈ ખેતાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપક ગણે લાભ લીધો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.