શીર્ષક : ગાતો વરસાદ
શીર્ષક : ગાતો વરસાદ
લીલાછમ ઝાડવાને શમણે રે અમે મોતી પરોવિયું છે આજ,
જીવતર પર પેલો અનોખો વરસાદ ,ધીમો ધીમો રે ! વરસાદ.
તડકાની કોરમોર છાયામાં ,એક લીલું પંખી બોલી રહ્યું આજ,
જીવતર પર પેલો અનોખો વરસાદ ,ધીમો ધીમો રે ! વરસાદ.
ધૂળ ગહેકે મોર જેમ આજ, હે ! વાદળ તમ વરસ્યા કરો આજ,
જીવતર પર પેલો અનોખો વરસાદ ,ધીમો ધીમો રે ! વરસાદ.
ભીનો ચટક સાદ પાડે રે મોર, હું ભિંજેલી પહેલા વરસાદથી આજ,
જીવતર પર પેલો અનોખો વરસાદ ,ધીમો ધીમો રે ! વરસાદ.
સાત સાત દરિયાઓ ભીતર ભીનાછમ ઝળૂંબે છે આજ,
જીવતર પર પેલો અનોખો વરસાદ ,ધીમો ધીમો રે ! વરસાદ.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.