બોટાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ - At This Time

બોટાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ


બોટાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાના અધ્યક્ષપદે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી.જેમાં ગત બેઠકમાં એડવાઈઝરી કમિટીમાં થયેલ ઠરાવોનું વાંચન અને બહાલી આપવાની સાથે ફેબ્રુઆરી-૨૦૨૪ અંતિત બોટાદ જિલ્લામાં જન્મ સમયે જાતિ પ્રમાણદર અને ઓછા જન્મ સમયે જાતિ પ્રમાણદર અંગેની તાલુકા વાઇઝ સમીક્ષા કરી હતી તેમજ ઓક્ટોબર-૨૦૨૩ થી ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલી ક્લિનીક વેરીફીકેશન,આકસ્મિક તપાસના રિપોર્ટ અને નવા રજીસ્ટ્રેશન બાબતે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું,આ વેળાએ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે.સિંઘે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે જિલ્લામાં થયેલી કામગીરી બાબતે ઉપસ્થિત તમામ સભ્યોને માહિતગાર કર્યાં હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.