શ્રી લાલાવદર પ્રા.શાળા 110 વિદ્યાર્થીઓની હાજરીમાં "Say No To Plastic(પ્લાસ્ટિક સામે પ્રતિકાર કરીએ) વિષય સાથે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી લાલાવદર પ્રા.શાળા 110 વિદ્યાર્થીઓની હાજરીમાં “Say No To Plastic(પ્લાસ્ટિક સામે પ્રતિકાર કરીએ) વિષય સાથે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું


ગીર ફાઉન્ડેશનના સહયોગથી "પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ" અંતર્ગત ઈકોકલબને વધુ પ્રવૃત્તિ સભર બનાવવા અને બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપવાના હેતુથી લીપયરનાં દિવસે શ્રી લાલાવદર પ્રા. શાળા તા.વિછીયામાં 110 વિદ્યાર્થીઓની હાજરીમાં "Say no to plastic(પ્લાસ્ટિક સામે પ્રતિકાર કરીએ) વિષય સાથે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળાની શરૂઆત "શાળાના કેમ્પસની અંદર-બહાર પ્લાસ્ટિક એકત્રીકરણથી કરવામાં આવી. આ એકત્રીત પ્લાસ્ટિકનાં બ્રિક્સ તૈયાર કરવામાં આવ્યા. જેથી થોડી જગ્યામાં વધુ પ્લાસ્ટિક સમાવી શકાય. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,જસદણનાં પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી નીતિનભાઈ અગ્રાવત દ્વારા pptની મદદથી પ્લાસ્ટિકના ઇતિહાસ ઉપરાંત તેના વ્યવસ્થાપન અને ફેર વપરાશની વિસ્તૃત છણાવટ કરવામાં આવી. આ સેમિનારના મુખ્ય તજજ્ઞ બોટાદથી પધારેલ મોટીવેશનલ ટ્રેનર/તજજ્ઞ શ્રી વિપુલસર વી.જમોડે બાળકો સાથે ઓતપ્રોત થઈ આ વિષયને રમતગમત અને પ્રવૃત્તિ સાથે હળવી શૈલીમાં રજૂ કરી એક વિદ્યાર્થી તરીકે આપણી કઈ કઈ ફરજ છે તેનું આગવી રીતે માર્ગદર્શન કર્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની smc અને ગ્રામ્ય નાગરિકોની ઉપસ્થિતિ પ્રેરક બની રહી. કાર્યશાળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.કાર્યક્રમના અંતે સૌ અલ્પાહાર સાથે ક્યારા માટે ઘરે ઇકોબ્રિક્સ બનાવવા ખાલી પ્લાસ્ટિકની બોટલ લઈ સૌ છૂટા પડ્યા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.