જસદણમાં તાલુકાનું સૌપ્રથમ બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં બ્લડ મળી રહેશે : દર્દીને હેરાનગતિ વગર તત્કાલ સુવિધા મળશે : ડો. મહેશ તાવિયા ( માંડવરાય હોસ્પિટલ)
જસદણમાં તાલુકાનું સૌપ્રથમ બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં બ્લડ મળી રહેશે : દર્દીને હેરાનગતિ વગર તત્કાલ સુવિધા મળશે : ડો. મહેશ તાવિયા ( માંડવરાય હોસ્પિટલ)
જસદણમાં ગત 3 ફેબ્રુઆરી રવિવારના રોજ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે આટકોટ રોડ ઉપર આવેલ માંડવરાય હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે ડોક્ટર દિલીપ નારોલા( ચેરમેન રેડ ક્રોસ રાજકોટ), ગોપાલભાઈ તાવિયા ( સમાજ આગેવાન વિંછીયા) પ્રેમજીભાઈ રાજપરા ( ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ જસદણ) કુલદીપભાઈ પટગીર ધરતી ગ્રુપ બિલ્ડર) મુકેશભાઈ જાદવ (મહામંત્રી ભાજપ શહેર) મુકેશભાઈ ભેસજાળીયા ( પ્રમુખ VHP) તેમજ ડોક્ટર કટેશીયા સાહેબ ( કટેશીયા હોસ્પિટલ) ડોક્ટર મયુર ભુવા (લાઈફ કેર હોસ્પિટલ) ડોક્ટર જય બાવીસી (માધવ હોસ્પિટલ) તીલતભાઈ સાકરીયા (કોળી સમાજ આગેવાન બોટાદ) મોહનભાઈ રોજસરા ( સમાજ આગેવાન વિંછીયા) સહિતના આગેવાનો અને ડોક્ટર આ સમારોહમાં સહભાગી બન્યા હતા. ડોક્ટર મહેશ તાવિયા ડોક્ટર રવિન્દ્ર પિરોજીયા અને પરબત ભાઇ વાસાણી દ્વારા બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. આ બ્લડ સ્ટોરેજ સેન્ટર જસદણની આસપાસના વિસ્તારની તમામ હોસ્પિટલના લાભાર્થે કાર્યરત થયેલ છે. તેમજ આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં હરેશભાઈ રામજીભાઈ વાલાણી ( એલ.આઇ.બી જમાદાર આટકોટ પોલીસ સ્ટેશન) અને વિનુભાઈ વાસાણી ( હેડ કોન્સ્ટેબલ આટકોટ પોલીસ) સહિતના વ્યક્તિઓ અને આગેવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.