ગે.કા.સોલાર પ્લાન્ટ પવન ચક્કી સામે સાવરકુંડલા ખેડૂતો માં નારાજગી આવેદનપત્ર પાઠવ્યું. પૂર્વ ધારસભ્ય ઠુંમરે (ગુ રા) ના મુખ્યમંત્રી ને રજુઆત કરી - At This Time

ગે.કા.સોલાર પ્લાન્ટ પવન ચક્કી સામે સાવરકુંડલા ખેડૂતો માં નારાજગી આવેદનપત્ર પાઠવ્યું. પૂર્વ ધારસભ્ય ઠુંમરે (ગુ રા) ના મુખ્યમંત્રી ને રજુઆત કરી


સાવરકુંડલા સોલાર પ્લાન્ટ પવન ચક્કી સામે ખેડૂતો માં નારાજગી ભુપેન્દ્રભાઈ પટેલ, માન.મુખ્યમંત્રી(ગુ.રા) ગાંધીનગર ને પત્ર મોટા જીંજુડા તા.સા.કુંડલા ગામે ગેરકાયદેસર ઉભા કરાતા સોલાર પ્લાન્ટ બાબતે આવેદનપત્ર તેમજ સમગ્ર અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ઉભી કરાતી પવનચકકીઓ બાબતે સાવરકુંડલા તાલુકાનાં મોટા જીંજુડા ગામનાં ખેડુતો દ્વારા ગેરકાયદેસર સોલાર પ્લાન્ટ પેનલ ઉભી કરતા કલેકટરશ્રી, અમરેલીને આપેલ આવેદનપત્રની નકલ સામેલ છે. તેમાં જણાવ્યાનુસાર મોટા જીંજુડા ગામે ABRel SPV 2 LIMITED કંપની દ્વારા બિનખેતી થયા વગર કોઇપણ પ્રકારની મંજુરી લીધા સિવાય સરકારી જમીનમાં પણ દબાણ કરી સોલાર પ્લાન્ટ ઉભા કરવામાં આવતુ હોવાનું તેમજ સાવરકુંડલા નાયબ કલેકટરશ્રી સહિતના અધિકારીઓ દ્વારા આ કામની સ્થળ મુલાકાત કરેલ હોવા છતાં પણ કંપની ઉપર આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હોવાનું તેમજ સોલાર કંપની સાથે આર્થિક વહીવટી કરી કંપની ને પ્રોત્સાહન પુરું પાડવામાં આવતું હોવાથી નાયબ કલેકટરશ્રી સામે તપાસના આદેશ આપવા તેમજ ગેરકાયદેસર રીતે ચાલતા આ સોલાર પ્લાન્ટ ને તાત્કાલીક બંધ કરવા માટે આવેદનપત્ર આપેલ છે. તો આ બાબતે આપના લેવલેથી જરૂરી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરતો પત્ર પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે પાઠવ્યો હતો
વધારામાં જણાવવાનું કે, આ પવનચકકી જયાં ઉભી થઈ ત્યાં અનેક સર્વે નંબર એવા છે જે સરકારી છે, નવી શરતની જમીન છે. બિનખેતી થઈ શકે તેમ નથી તેવા સર્વે નંબર ઉપર પણ કોઇપણ જાતની મંજુરી સિવાય રાત-દિવસ કંપની તરફથી કામગીરી કરી પવનચકકી ઉભી કરવામાં આવી રહી છે. કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ પણ આવેદકશ્રીઓએ સ્થાનિક SDM મોટો વહીવટ કર્યો છે તેવો ઓડિયો ક્લીપ તેમની પાસે છે તેમ પણ જણાવ્યું છે છતાપણ તંત્ર તરફથી કોઇ કાર્યવાહી થતી નથી તેથી તંત્ર શંકાની સોઇ માં આવી જાય છે. આવી અનેક પવનચકકીઓ રીઝર્વ ફોરેસ્ટ જંગલોમાં અને અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકામાં ખાસ અન્ય તાલુકામાં ખેતી લાયક જમીનોને બંજર બનાવવા માટે એક બીડુ ઝડપ્યું હોય તેવું લાગી રહ્યું છે અને અનેક પવનચકકીઓ ઉભી થઈ છે આ અંગેના આંકડાકીય માહિતી મેળવવામાં આવે તો પણ કેટલી પવનચકકી દોઢ-બે વર્ષમાં ઉભી કરવામાં આવી તેનો ખ્યાલ આવી શકે. બાબરા અને નીલવડા ની આસપાસ રીઝર્વ ફોરેસ્ટ પણ બહ્યો નથી તો ગંભીરતાપુર્વક તપાસ કરવામાં આવે તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.