પા પા પગલી પ્રોજેક્ટ’ અંતર્ગત “શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ” લુણાવાડા ખાતે યોજાયો
મહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પુર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીના ૩-૬ વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી “શિક્ષણની વાત, વાલિઓ સાથેનો સંવાદોત્સવ” રૂપે ભુલકા મેળા કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા રાજપૂત સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પા પા પગલી યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તા પૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નંખાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર બહેનો માતા યશોદા બની બાળકોનો માનસિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે.બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલી સાથેનો સંવાદોત્સવ ખૂબ જરૂરી બની જાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.
પા પા પગલી એટલે કે, બાળક ધીરે ધીરે ચાલતા શીખે છે, બાળક પ્રાથમિક શાળામાં જતા પહેલા આંગણવાડીમા રમતા રમતા શિક્ષણ મેળવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજના બાળકો તેમજ માતાઓ માટે લાગુ કરવામાં આવી છે. આજે મોડેલ રૂપ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે બાળકોને આંગણવાડીમા મોકલાવવા માટે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો.
બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે. ૬ વર્ષેની વય જુથના બાળકના મગજનો ૮૫ % વિકાસ નાનીવયમા જ થઈ જતો હોય છે. બાળક કુમળી વયનું હોય ત્યારે બાળકો ઉપર ખાસ ધ્યાન આપી બાળકો શિક્ષણ માટે પ્રેરાય તે માટે ધ્યાન રાખવા વાલીઓને આગ્રહ કર્યો હતો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.