વેરા વધારાના વિરોધમાં બરવાળા નાગરિક સમિતિ ધરણા ના ત્રીજા દિવસે બરવાળા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ પાળી સ્વયંભૂ સજ્જડ બંધ માં જોડાયા અને નાગરિક સમિતિના ધરણાં માં આપ્યું સમર્થન, અચોક્કસ મુદત માટે બંધ પાળવાની કરી વાત તો વેરા વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી બંધ પાળવા કરાઈ માંગ.
બોટાદ જિલ્લાના બરવાળા ખાતે નગરપાલિકા દ્વારા 7 મહિના પહેલાં વેરામાં 100% નો વધારો ઝીંકવામાં આવ્યો હતો જેને લઈ 4 મહિના પહેલા બરવાળા નાગરિક સમિતિ દ્વારા ધરણાં સાથે બરવાળા શહેર સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા વેરા વધારો પરત ખેંચવા બાબતે ઠરાવ થઈ ચૂક્યો હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિરોધ બંધ કરાયો હતો ત્યારબાદ આજે 4 મહિના જેટલો સમય વિતવા છત્તાં કોઈ નિર્ણય ન આવતા રાજ્ય સરકાર સુધી મોકલી આપેલ ઠરાવ વહેલી તકે મંજૂર થાય અને વેરા વધારો પરત ખેંચવા જુના વેરા મુજબ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે બરવાળા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા પરિસરમાં છેલ્લા ત્રણ દિવસ થી ધરણા યોજવામાં આવી રહ્યા છે જેને લઈ નાગરિક સમિતિ દ્વારા બરવાળા ના વેપારીઓને સમર્થન માં જોડાવા અપીલ કરેલ જેના સંદર્ભમાં આજે વહેલી સવારથી જ બરવાળા શહેરના તમામ નાના મોટા વેપારીઓએ પોતપોતાના વેપાર ધંધા બંધ પાળી સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યું હતું અને અચોક્કસ મુદત માટે બંધ પાળવાની વાત જણાવતા નાગરિક સમિતિને સમર્થન જાહેર કરી વેરા વધારા ઠરાવ પસાર કરી વેરા વધારો પરત ખેંચવાની માંગ કરી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.