ભાભર શહેર માં રેલ રોકો આંદોલન અલગ અલગ સ્થળો પર લાગ્યા બેનરો
ભાભર શહેર માં રેલ રોકો આંદોલન અલગ અલગ સ્થળો પર લાગ્યા બેનરો
ભાભર સહીત સરહદી વિસ્તારોમાં આંદોલન ના ભણકારા...
ભાભર તાલુકા મથક છે તેમજ ભાભર સુઈગામ. વાવ. થરાદ. વચ્ચે ભાભર રેલ્વે સ્ટેશન છે ત્યારે ભાભર એ વિકસિત તાલુકો છે ભાભર તાલુકા શહેર સુઈગામ તાલુકા વાવ તાલુકા ના વિસ્તારો ના લોકો બોમ્બે. સુરત. અમદાવાદ. કચ્છ. રાજસ્થાન. અવાર જવારા હોઈ રેલ્વે મુસાફરી કરવી પડતી હોય છે ત્યારે ભાભર માં રેલ્વે સ્ટેશન હોવા છતાં ભાભર માંથી પ્રસાર થતી મોટા ભાગ ની ટ્રેનો નું ભાભર માં કોઈ સ્ટોપેજ હોઈ લોકો ને અન્ય સેન્ટર પર થી કંઈ રેલ્વે ટ્રેનો ની મુસાફરી કરવી પડતી હોય છે જેને લઈ લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે નગરજનો. સેવાકીય. સંસ્થાઓ. દ્વારા સાંસદ સભ્ય પરબત ભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો તેમજ રેલ્વે વિભાગ ને વારંવાર લેખીતમાં તેમજ ઈમેલ દ્વારા રજુઆત કરવા છતાં આજ દિન સુધી ભાભર ને રેલ્વે સ્ટોપેજ ના મળતા ભાભર ના તેમજ તાલુકા ના લોકો દ્વારા ભાભર મામલતદાર તેમજ રેલ્વે સ્ટેશન માસ્તર ને અલ્ટીમેટમ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચાર તારીખ સુધીમાં જો ભાભરને રેલવે સ્ટોપ બાબતે ન્યાય નહીં મળે તો પાંચ તારીખે ભાભર તેમજ ભાભર તાલુકા તેમજ અન્ય તાલુકાના લોકો દ્વારા રેલ રોકો આંદોલન લોકો દ્વારા કરવામાં આવશે જે ને ચાર દિવસ બાકી હોઈ રેલ રોકો આંદોલનને વેગ મળી રહ્યો છે અને ભાભરમાં મુખ્ય બજારમાં તેમજ અનેક વિસ્તારોમાં રેલ્વે રોકો આંદોલનના બોર્ડ પણ લગાવવામાં આવી રહા છે આંદોલન ને લઈ લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહો છે...
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.