રાજકોટમાં આજથી ત્રણ દિવસીય મિલેટ એક્સ્પોનો પ્રારંભ, વિવિધ વાનગીઓનું પ્રદર્શન અને માર્ગદર્શન અપાશે
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મિલેટ એટલે હલકું ધાન્ય (શ્રી અન્ન) જેમાં બાજરો, જુવાર, રાગી, કોદરી વગેરેનો સમાવેશ થાય છે. હાલ જંક-ફાસ્ટફૂડના ટેસ્ટમાં ફસાયેલો માનવ સમુદાય તંદુરસ્તી ખોઈ બેઠો છે. જેને લઈને લોકો અને ખેડૂતો મિલેટ તરફ વળે તે માટે મિલેટ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે રાજકોટમાં પણ ત્રણ દિવસીય મિલેટ એક્સ્પોનો પ્રારંભ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગણીનાં હસ્તે કરવામાં આવ્યો હતો. આ એક્સપોમાં મિલેટ્સની વિવિધ વાનગીઓનું પ્રદર્શન અને માર્ગદર્શન અપાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.