બોટાદની જનતાની સુખાકારી માટે સીટી બસની માંગણીને સરકારે સ્વીકારી ઉમેશ મકવાણા
મ
બોટાદ સીટી માટે 22 બસની માંગણી કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા 6 બસ હાલમાં ફાળવવામાં આવી :ઉમેશ મકવાણા
બોટાદ શહેરને 40 વર્ષ પછી સીટીબસની સુવિધા આપવામાં આવીઉમેશ મકવાણા
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હાલમાં જ ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે 22 બસોની માંગણી કરવામાં આવેલી જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા હાલમાં 6 નવી સીટી બસ નગપલિકા બોટાદને ફાળવવામાં આવી છે તેમજ થોડા જ સમયમાં બાકી રહેલી સીટીબસો પણ બોટાદ શહેરને ફાળવવામાં આવશે તેવું બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું,અને બોટાદ શહેરમાં 40 વર્ષ પછી સીટીબસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી જેથી બોટાદની જનતામાં ખુશીની લહેર છવાઈ હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.