એશીયાની સૌથી મોટી રીફાયનરી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણીનાં સુપુત્ર ચિ.અનંતનાં શુભલગ્ન ચિ. રાધીકા સાથે થશે. અંબાણી પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલોની સેવાનું અનુકરણીય પગલું
એશીયાની સૌથી મોટી રીફાયનરી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણીનાં
સુપુત્ર ચિ.અનંતનાં શુભલગ્ન ચિ. રાધીકા સાથે થશે.
અંબાણી પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલોની સેવાનું અનુકરણીય પગલું
રાજકોટ સમગ્ર વિશ્વમાં જાણીતા અને એશીયાની સૌથી રીફાયનરી રીલાયન્સ ઈન્ડીસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણી તથા શ્રીમતી નીતાબેન મુકેશભાઈ અંબાણીનાં સુપુત્ર ચિ. અનંતનાં શુભલગ્ન શ્રીમતી શાઈલા વિરેનભાઈ મરચન્ટ તથા શ્રી વિરેનભાઈ મરચન્ટની સુપુત્રી ચિ. રાધિકા સાથે બુધવાર તા. ૨૯/૦૨/૨૦૨૪નાં શુભદિને જામનગરનાં મોટીખાવડી ગામ ખાતે આવેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થવા જઈ રહયા છે ત્યારે નવદંપતીને વૃધ્ધાશ્રમનાં વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા શુભઆશયથી અને સદભાવના વૃધ્ધાશ્રમનાં ૫૫૦ જેટલા વડીલ માવતરોને ભવ્યાતી ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરાયું છે. જેના અંતર્ગત સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે જ વડીલોને શ્રેષ્ઠત્તમ ભોજન માટેનું અનુદાન રીલાયન્સ પરિવાર મોકલશે.
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરિયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના નિ:સંતાન, નિરાધાર, પથારીવશ જરૂરિયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.
વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૫૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી ૧૮૦ વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), કેન્સરગ્રસ્ત નિ:સંતાન વડીલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિ:સંતાન, પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે. આ અંગે વધુ માહિતી માટે સદભાવના વૃદ્ધાશ્રમ (મો. 80002 88888) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.