19 પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા હવે આરટીઓના ટેકનીકલ સ્ટાફે આંદોલન છેડયું - At This Time

19 પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા હવે આરટીઓના ટેકનીકલ સ્ટાફે આંદોલન છેડયું


ગાંધીનગર : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ-તથા સયંત્તુ મોરચા દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પણ વિવિધ ૧૯ જેટલી પડતર માંગણીઓ બાબતે આંદોલન છેડયું છે.જેમાં આજે ગાંધીનગર આરટીઓમાં ટેકનીકલ અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો. આગામી દિવસમાં ધરણાનું પણ આયોજન કરાયું છે.

ગુજરાત મોટર વાહન વ્યવહાર વિભાગના ટેકનીકલ અધિકારીઓ દ્વારા પ્રોબેશન પુર્ણ કરીને લાંબા ગાળીની સર્વિસ માટે નિમણૂક આપવા ઉપરાંત ચેકપોસ્ટ ઉપર સુવિધા ઉભી કરવા તથા છેવાડાના જિલ્લામાં ૨૪ કલાક ચેકપોઇન્ટ કાર્યરત રાખી આંતરિક જિલ્લાઓમાં ફ્લાઇંગ પધ્ધતિથી ચેકિંગની વ્યવસ્થા ગોઠવવા અગાઉ રજુઆત કરાઇ હતી. આ ઉપરાંત ઇન્સ્પેક્ટર તથા આરટીઓના અધિકારીઓ વિઋધ્ધ નનામી- બેનામી અરજીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તે તાત્કાલિક બંધ કરવા તેમજ એજન્ટો તથા ટ્રાન્સપોટર્સ દ્વારા અયોગ્ય કામગીરી નહીં કરી આપવાનો બદલો લેવા માટે કરવામાં આવેલી અરજીની તપાસ-ચાર્જસીટના પ્રકરણો પણ બંધ કરવા માંગણી કરવામાં આવી છે. આવી વિવિધ ૧૯ જેટલી રજુઆતો અગાઉ વારંવાર ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હોવા છતા કોઇ સુખદ નિરાકરણ નહીં આવતા આખરે આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ આંદોલન છેડ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.