સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: ગાંધીનગરના લવારપુરમાંથી એક લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, લગ્ન સિઝનમાં ડિમાન્ડ વધતાં દારૂ વેપલો શરૂ કર્યો - At This Time

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: ગાંધીનગરના લવારપુરમાંથી એક લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, લગ્ન સિઝનમાં ડિમાન્ડ વધતાં દારૂ વેપલો શરૂ કર્યો


ગાંધીનગરના લવારપુર ગામમાં ટુ વ્હીલર લઈને ઉભેલા બે બુટલેગરોને સ્ટેટ મોનિટરી સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે દારૂની બોટલો સાથે ઝડપી પાડી કડકાઈથી પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. જેનાં પગલે ફફડી ઉઠેલા બંને બુટલેગરોએ નવા બનતા મકાનની બહાર રેતીની નીચે સંતાડી રાખેલ દારૂના જથ્થાનું પગેરૂ આપી દેતા વિજીલન્સ ટીમે એક લાખના દારૂ સહિત કુલ રૂ. 2 લાખ 18 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image