પુંધરા હાઇવે ઉપર કારની ટક્કરે ટ્રેક્ટર ચાલકનું મોત - At This Time

પુંધરા હાઇવે ઉપર કારની ટક્કરે ટ્રેક્ટર ચાલકનું મોત


માણસા તાલુકાના પુંધરા ગામના ખેડૂત ટ્રેક્ટર લઈ રાત્રિના સમયે ખેતરમાંથી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલ એક કારના ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા ચાલક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના ભાઈએ કાર ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.