સયાજી હોટેલ સામે પાર્ક કરેલ કારના કાચ તોડી રૂા.1.40 લાખની રોકડની તફડંચી - At This Time

સયાજી હોટેલ સામે પાર્ક કરેલ કારના કાચ તોડી રૂા.1.40 લાખની રોકડની તફડંચી


કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં યોજાયેલી એક મિટિંગમાં ગયેલા જીમ સંચાલકની પાર્ક કરેલી કારનો કાચ તોડી ગઠિયાએ રૂપિયા 1.40 લાખની તફડંચી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
બનાવ અંગે કાલાવડ રોડ પર રૂડાનગર-3 શેરી નં-2 કોર્નર ઇસ્કોન મંદિરની પાછળ રહેતાં મયુરભાઇ હરેશભાઈ સાવલીયા(પટેલ)(ઉ.વ.28)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નાનામવા રોડ ઉપર વાયનોટ નામનુ જીમ ચલાવે છે. ગઇ તા.22 ના સાંજના તેઓ પોતાની કાર લઇને ઘરેથી સયાજી હોટેલમા આઇ.પી.ઓ.ની મિટિંગ હોય જેથી ગાડી સયાજી હોટેલની સામે રોડ ઉપર પાર્ક કરીને ચારેક વાગ્યે સયાજી હોટેલમા મિટિંગ માટે ગયેલા બાદમાં રાત્રીના આશરે દશેક વાગ્યાની આસપાસ મિટિંગ પુરી કરીને પાર્ક કરેલી ગાડી પાસે આવતા જોવા મળેલ કે કારનો ખાલી સાઇડનો આગળનો કાચ ટુટેલો હતો.
તેમજ અંદર જોતા ગાડીમા રાખેલ થેલામા જોતા જીમના ધંધાના રોકડા એક લાખ ચાલીસ હજાર પુરા હતા તે થેલામા જોવામા આવેલ નહીં તેમજ ગાડીમાં પણ રૂ.1500ની નુકશાની કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરની તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.