નાગેશ્વરમાં ડુપ્લીકેટ ચાવીથી મકાન ખોલી રોકડ-દાગીનાની ચોરી: જાણભેદુ હોવાની શંકા - At This Time

નાગેશ્વરમાં ડુપ્લીકેટ ચાવીથી મકાન ખોલી રોકડ-દાગીનાની ચોરી: જાણભેદુ હોવાની શંકા


જામનગર રોડ નાગેશ્વર પાસે એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી અને તેમનો પરિવાર જનોઈ પ્રસંગે વડોદરા ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવી જોયું તો કોઈએ ડુપ્લીકેટ ચાવીથી મકાન ખોલી દાગીના અને રોકડ સહિત રૂ।7 હજારની મતાનિ ચોરી કરી નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે એપલ નાગેશ્ર્વરમાં યુનિકેર હોસ્પિટલ સામે ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી નિરવભાઈ મુકેશભાઈ ગોંડેચા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કોમ્પ્યુટર સેલ્સ અને સર્વિસનું કામ કરે છે. ગઈ તા.17/02નાં સાંજનાં સાડા ચારેક વાગ્યે જનોઇનાં પ્રસંગમાં વડોદરા ખાતે ગયા હતા. ગઇ તા.19ના રોજ રાત્રે રાત્રે વડોદરાથી પરત અમારા ફ્લેટ એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં આવેલ ત્યારબાદ ફલેટ ખોલીને જોતા ઘરની અંદરનાં કબાટમાં જોતા સોનાનો 5 ગ્રામનો ચેઇન, સોનાનુ પેન્ડલ-1 ગ્રામ, સોનાની બુટી-4 ગ્રામ,રોકડા રૂ.17,000 જોવા મળ્યા નહીં.

જેથી કોઈ જાણભેદુએ લોક ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ તથા સોનાનાં દાગીનાં કુલ મળી કુલ રૂ.47,000 ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા નોંધાતા પીએસઆઈ એસ.બી.જડેજા અને સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.