શ્રી આસ્થા સ્કૂલ, જસદણ પબ્લિક સ્કૂલ અને યશોદા ગર્લ્સ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આસ્થા ઓલિમ્પિક સ્પોર્ટ્સ ડે 2024 નું આયોજન કરવામાં આવ્યું
શ્રી આસ્થા સ્કૂલ, જસદણ પબ્લિક સ્કૂલ અને યશોદા ગર્લ્સ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આસ્થા ઓલિમ્પિક સ્પોર્ટ્સ ડે 2024 નું આયોજન કરવામાં આવ્યું
શ્રી આસ્થા સ્કૂલ, જસદણ પબ્લિક સ્કૂલ અને યશોદા ગર્લ્સ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આસ્થા ઓલિમ્પિક સ્પોર્ટ્સ ડે 2024 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં દોડ, કબડ્ડી,ખો-ખો જેવી 20 થી વધુ જુદી જુદી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ (ભાઈ - બહેનો)એ ભાગ લીધો હતો.જેમાં દરેક વિજેતા વિદ્યાર્થીઓને 300 કરતા વધુ ગોલ્ડ,સિલ્વર,બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.આ તકે નિર્ણાયક તરીકે જે.પી.પટેલ આટકોટ,લિખિયા સર (ભડલી હાઈસ્કૂલ), જાદવભાઈ બાવળિયા (ભડલી હાઈસ્કૂલ) તુષારભાઈ કાલિયાણી વગેરેએ શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુદાણી સર,ભાસ્કર સર, મેહુલસર, કલ્પેશ સર, જયસુખસર, નિકુંજ સર તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરેલ. તેમજ છોકરાઓમાં વધારે ઉત્સાહ માટે ધરતી ગ્રુપના કુલદીપ ભાઈ પટગીર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ ઓલિમ્પિકમાં 1226 ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની closing ceremony બપોરના એક વાગ્યે જાહેર કરેલ છે.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.