લીંબડી બસ સ્ટેન્ડ નજીક યોગી કોમ્પલેક્ષમાં આવેલા SBI ના એટીએમમાં 25 લાખથી વધુની ચોરી
જે એટીએમમાં ચોરી થઈ તે એટીએમ રામભરોસે હતું, પોલીસ તંત્રમાં દોડધામ મચી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી યોગી કોમ્પલેક્ષમાં આવેલા એસબીઆઇના એટીએમમાં ચોરીની ઘટના બની હતી ત્યારે ચાર જેટલા તસ્કરો મોડી રાત્રે આવી અને એટીએમ માં સ્પ્રે છાંટી અને ત્યારબાદ કટર ગેસ કટરથી એટીએમ કાપી અને તેમાંથી રોકડ રૂપિયા અને એટીએમનો જે પૈસા ભરેલો ભાગ છે તે લઈ ગયા હતા અને ચોરી કરેલી હતી આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે લીંબડી બસ સ્ટેન્ડ રોડ ઉપર યોગી કોમ્પલેક્ષ માંથી થયેલ એટીએમ માંથી ચોરીની ઘટનામાં એટીએમ સહિતના સ્પેરપાર્ટ મીઠાપુર ગામની સીમ નજીકથી મળી આવ્યા છે જેમાં તસ્કરો દ્વારા ઉપયોગ કરવામાં આવેલા અલગ અલગ સ્પેરપાર્ટ તેમજ પૈસા ભરવાના બોક્સ તેમજ ગેસના સિલિન્ડર ગેસ કટર વગેરે જેવા સાધનો ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલા છે તે મીઠાપુર ગામની સીમ નજીકથી મળી આવ્યા છે ત્યારે આ મામલે લીમડી પોલીસ અને નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમો લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો આ મુદ્દે તપાસ કરી રહી છે ત્યારે મીઠાપુર ગામ નજીકથી આ પ્રકારના જે ચોરીમાં વપરાયેલા સાધનો છે અને જે ચોરી થઈ ગયેલા એટીએમના સાધનો છે તે મળી આવ્યા છે આ મુદ્દે તસ્કરો અમદાવાદ તરફ ભાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ત્યારે 4 જેટલા લોકો ઈકો કારમાં આવી જે એટીએમની દુકાન આવેલી છે તેમાં સ્પ્રે છાંટી અને ધુમાડો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કટરથી કાપી અને તેના સ્પેરપાર્ટ પણ ઉઠાવી ગયા હતા અને એટીએમમાં 17 તારીખે 25,38,500 રકમ રાખવામાં આવ્યા હોવાનો અંદાજ વ્યક્તિ કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે મોટી ચોરીની ઘટના બની છે આ સંદર્ભે હજુ તપાસ ચાલુ છે તસ્કરો પોલીસના હાથ નથી લાગ્યા ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એટીએમ તોડી અને ચોરી કરતી ગેંગ હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આ સંદર્ભે હાલ તપાસ ચાલુ છે અને આ મુદ્દે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અને એસઓજી પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને આ જે ગેંગ છે તેને ઝડપી પાડવા અંગેના તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.