સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
2 હિટાચી, 10 ડમ્પરો, 1 લોડર તેમજ 3 ટ્રેકટરો સહિત અંદાજે રૂ. 3 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાની જમીનમાં મોટા પ્રમાણમાં ખનિજ ધરબાયેલુ છે ત્યારે આ સ્થળો પર ભૂમાફિયાઓના ડોળાઓ ફરતા મોતના ખાડાઓ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી જેને લઇને તંત્ર દ્વારા ખાડાઓ બૂરવાની પણ કામગીરી કરવા છતા ફરી આ પ્રવૃતિઓ શરૂ થતા મોતાના ખાડાઓમાં લોકો હોમાઇ રહ્યા છે જેના કારણે જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે આ પ્રવૃતિઓ પર અંકુશ લાવવાનો તે પણ તંત્ર માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે ત્યારે આ પ્રવૃતિઓના ડામવા માટે હવે જિલ્લાની જુદી જુદી ટીમો એક સાથે જોડાઇને ઓપરેશનમાં લાગી ગયુ છે પરિણામે શુક્રવારે અને શનિવારે જિલ્લાના મૂળી, સાયલા, થાન સહિતના વિસ્તારોમાં ખનિજનું ખનન અને વહન કરતા તત્વો પર કાર્યવાહી કરવામાં આવી હતી આ બે દિવસો દરમિયાન આરટીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણખનિજ તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં 2 હિટાચી, 10 ડમ્પરો, 1 લોડર તેમજ 3 ટ્રેકટરો સહિત અંદાજે રૂ. 3 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો લખતર વિરમગામ હાઇવેથી 7 ઓવરલોડ ડમ્પર ઝડપ્યા હતા મૂળી, સાયલા, થાનમાંથી હિટાચી, 10 ડમ્પર, 1 લોડર અને 3 ટ્રેકટર પકડાતાં ફફડાટ ફેલાયો છે લખતર વિરમગામ હાઇવે ઉપર ડમ્પરો બેફામ અને ઓવરલોડ ચાલતા હોય છે જેના લીધે અકસ્માતો પણ વધી રહ્યા હોય છે ત્યારે તા.16 ફેબ્રુઆરીએ લખતર મામલતદાર એચ.આર.પરમાર, આરટીઓની ટીમે પોલીસ સાથે હાઇવે ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે તે દરમ્યાન લખતર નજીક સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતા ડમ્પરોને તપાસ માટે ઊભા રાખ્યા હતા ત્યારે તેમાંથી 7 ઓવરલોડ ડમ્પરો જણાતાં અંદાજે દોઢેક કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.