વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ થી આણંદમાં રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાશે
આણંદ,
રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. જેમાં આણંદમાં રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓ વાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આણંદ ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ૨૯૭૬૧ સ્ક્વેર મીટર વિસ્તારમાં ૨૩૯ વોડૅ બેડ, ૪૫ આઈ.સી.યુ. બેડ અને ૦૪ ઓપરેશન થિયેટર ધરાવતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ત્રણ મજલાની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ઈમરજન્સી, રેડીયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓ.પી.ડી. જેવી કે ઓર્થોપેડીક, પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટીશીયન, ફીઝીયોથેરાપી, સ્કીન, એન.આર.સી., ૪ ઓટી કોમ્પેક્ષ, એડવાન્સ લેબોરેટરી સર્વિસ, ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ બનશે.
વધુમાં, મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશીયલ રૂમ, એન.આઈ.સી.યુ., પી.આઈ.સી.યુ., બર્ન, આઈ.સી.સી.યુ. અને એસ.આઈ.સી.યુ., પ્રીઝનર વોર્ડ તેમજ બ્લડ બેન્ક, કીચન અને ડાઇનીંગ, એડમીન ઓફીસ, ઇલેક્ટ્રીકલ અને પાવર બેક અપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડીકલ ગેસ પાઇપ લાઇન, ફાયર ફાઇટીંગ સીસ્ટમ, વોટર સપ્લાય, સુએજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવાશે.
એટલું જ નહીં, હોસ્પિટલની આગળની બાજુએ લેન્ડ સ્કેપીંગ, ગાર્ડનીંગ તથા ઓપન એરિયામાં દર્દીઓના સગા-વ્હાલા માટે વેઇટીંગ એરિયા શેડ સાથે પાછળની બાજુએ ટુ વ્હીલર/ફોર વ્હીલર પાર્કિંગ શેડ તથા ઓવર હેડ વોટર ટેન્ક, પંપ રૂમ, સબમર્સિબલ બોર સહિતની સુવિધા અપાશે.
આ ઉપરાંત, ૫૦ બેડ ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ફિઝીયોથેરાપી, યોગા હોલ હોમિયોપેથી, ઓ.પી.ડી, મેલ અને ફીમેલ વોર્ડ, મેલ અને ફિમેલ પંચકર્મ, કોન્ફરન્સ હોલ, વહીવટી કચેરી, ૨ સ્પેશીઅલ રૂમ, ઓટી, એડમિન ઓફીસનું નિર્માણ કરાશે.
ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આણંદ જિલ્લાના અંદાજિત ૨૪ લાખ લોકોને અત્યાધુનિક તબીબી સેવાઓ પહોંચાડવાનો અને દર્દીઓની આરોગ્ય સુખાકારીને પ્રાથમિકતા આપવાનો છે.
આણંદ જિલ્લા મથક ખાતે નિર્માણ પામનાર આ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનો આણંદ,ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, બોરસદ, આંકલાવ,તારાપુર અને ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લાના રહેવાસીઓને લાભ મળશે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.