દહેગામ ના બિલમણાં ગામમાં હરસિદ્ધિમાતાના ફોટાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો - At This Time

દહેગામ ના બિલમણાં ગામમાં હરસિદ્ધિમાતાના ફોટાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો


દહેગામ તાલુકામાં આવેલ બિલમણાં ગામમાં નવ નિર્મિત પામેલ હરસિદ્ધિમાતાના મંદિરના ફોટાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો જેમાં સમસ્ત બિલમણાં ગામ પરમાર પરિવાર દ્વારા હરસિદ્ધિમાતાના મંદિરમાં મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.આજના આ પાવન દિવસે સવારે શોભાયાત્રા તેમજ યજ્ઞ કરવામાં આવ્યો હતો સાથે મંદિરમાં ફોટાની મૂર્તિ પ્રવેશ કરવામાં આવ્યો હતો તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત બિલમણાં ગામ તથા આજુબાજુ ગામોના દાતાઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં દાન આપવામાં આવ્યું હતું. બિલમણા ગામના પરમાર પરિવાર દ્વારા માં હરસિદ્ધિ માતાના મંદિરના ફોટાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને શાંતિપૂર્ણ પરિપૂર્ણ થવા બદલ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરયો હતો.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.