કોમર્સ કોલેજ ગોધરા ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા ગોધરાના પ્રખ્યાત ડો. શ્યામ સુંદર શર્મા ની ઉપસ્થિતિમાં ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો જેમાં એન એસ એસ ના 100 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી અંગદાન જાગૃતિ ની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર ( ડો ) અરુણસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે અન્નદાન,વસ્ત્ર દાન, રક્તદાન ની જેમ જ હવે સમય આવ્યો છે કે આપણે અંગદાન પણ કરીએ.... સમાજમાં અંગદાન પ્રત્યે માહિતીના બિલકુલ અભાવને ધ્યાનમાં લેતા કોમર્સ કોલેજ ગોધરા ના એનએસએસ વિભાગે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય હાથ ધર્યું છે જેને કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના સ્વયંસેવકોએ આગળ વધારવાનું નક્કી કર્યું છે.
આ તબક્કે ડો. શ્યામ સુંદર શર્માએ ખુબ સરળ શૈલીમાં પ્રશ્નાવલી દ્વારા વિદ્યાર્થીઓને અંગદાન અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને અંગદાન અંગે લોકોને માહિતગાર કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.
પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત એનએસએસ લીડર કુ માનસી ખરાદીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ કુ નીશી શાહ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર વિનોદ પગી
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.