લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નોની માંગણી લેખિત સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યુ. …
લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નોની માંગણી લેખિત સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યુ. ...
લીંબડી તાલુકા તલાટી કમ-મંત્રી મંડળના ભાઈ-બહેનો મોટી સંખ્યા માં હાજર રહિયા હતા
ગુજરાત રાજ્ય સરકારની કર્મચારીઓના પડતર પ્રશ્નો અને ખાસ કરીને જૂની પેન્શન યોજનાને લઈને લીંબડી તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા લીંબડી તાલુકા વિકાસ અધિકારી લેખિતમાં એક આવેદન પાઠવવામાં આવ્યું હતું....
જેમાં કે ૨૦૦૫ થી કેટલાક વર્ષ જૂની પેન્શન યોજના તેમજ જીપીએફ જેવી અનેક અન્ય યોજનાઓ શરુ કરવાની માંગ કરી હતી.
આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં આપવામાં આવતા ભથ્થા પ્રમાણે બાકી રહેલા ભથ્થાઓ ચુકવવા માંગ પણ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે મોંઘવારી અને ઘરભાડા પણ સમાંતર કરવા માટે આ આવેદન સાથે માંગ ઉઠી હતી. સરકારની ફિક્સ પગારની નીતિ છે એકદમ વાહિયાત છે અને પ્રજાનું શોષણ કરનારી છે તેને દૂર કરવા માટે પણ નક્કર પગલા લેવા માટે ગુજરાત સરકાર ને લેખિત માં લીંબડી તાલુકા તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને એક આવેદનપત્ર સુપ્રત કરીને રજુઆત કરવામાં આવ્યું છે.....
આ આવેદન પત્ર આપતા કાર્યક્રમ આ લીંબડી તાલુકા તલાટી કમ મંત્રી મંડળ ના ભાઈ તથા બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહિયા હતા
રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.