બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન
બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન
બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેક્ટરએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર,ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.બેઠકમાં આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો,માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરએ તાકીદ કરી હતી,જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત દ્વારા કરવામાં આવ્યું હતું,બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર,બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયા,પ્રાંત અધિકારી ચરણ સિંહ ગોહીલ,સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.