રાણપુરના ચારણકી ગામના ગઢવી સમાજે પોલીસને અરજી આપી ગઢવી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી - At This Time

રાણપુરના ચારણકી ગામના ગઢવી સમાજે પોલીસને અરજી આપી ગઢવી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી


તળાજા ખાતે તળાજા મહુવા આહીર સમાજના યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં આગેવાન ગીગાભાઈ ભમ્મરે પોતાના ઉદબોધન દરમિયાન જાનકી ગઢવી સમાજના દીકરીઓ, માતાજી અને સમાજ વિરુદ્ધમાં ટીપ્પણી કરી હતી જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચારણ ગઢવી સમાજના નારાજગી ફેલાય છે ગઢવી સમાજના આગેવાનો લોક કલાકારો સહિતના ગઢવી સમાજના લોકો પોતાની પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કરી રહ્યા છે ગઢવી સમાજની લાગણી દુભાવનારા વિરુદ્ધ કાયદાકીય લડત શરૂ કરી છે ત્યારે રાણપુર તાલુકાના ચાણકી ગામના ગઢવી સમાજના આગેવાનોએ ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસને અરજી આપી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચાણકી ગામના ગઢવી સમાજના આગેવાનો દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનને ગીગાભાઈ ભમ્મર વિરોધ ગુનો દાખલ કરવા અરજી આપી છે ગીગાભાઈ ભમ્મરે ચારણ ગઢવી સમાજની દીકરીઓ સમાજના માતાજી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી છે તે નિંદનીય છે જેથી સમગ્ર ચારણ ગઢવી સમાજની લાગણી દુભાય છે ત્યારે રાણપુરના ચારણકી ગામના ચારણ ગઢવી સમાજના લોકો આ ટિક્કણીને વખોડી કાઢી હતી ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસની અરજી આપી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.