વીરપુર તાલુકાની પાંટા પ્રાથમિક શાળા ખાતે માતૃ પિતૃ પૂજન દિવસ ની ઉજવણી કરવામાં આવી…
માતા ઘરનો માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે, માતા-પિતાની સેવા કરવી તેમનું સન્માન કરવું તે આપની નૈતિક ફરજ છે .આંગળી પકડીને શાળામાં મુકતા માતા-પિતાને ઘડપણ ની લાકડી પોતાનો પુત્ર બને તેવા સંસ્કારોનું સિંચન કરતો માતા-પિતાના પૂજન નો કાર્યક્રમ પાંટા પ્રાથમિક શાળાના પટાંગણ માં યોજાયો હતો.
વીરપુર તાલુકાની પાંટા પ્રાથમિક શાળા એટલે કે પ્રવૃત્તિઓ નું ઘર બાળકો ને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હોય શૈક્ષણિક કાર્ય માં ટેકનોલોજી નો ઉપયોગ હોય કે દિન વિશેષની ઉજવણી હોય તમામ કાર્યક્રમનો ઉલ્લાસભેર ઉજવણી કરી બાળ પ્રતિભાને પ્રદર્શિત કરનાર પાંટા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા પ્રવર્તમાન સમયમાં આપણા બાળકો અને યુવાનોના ચારિત્ર્ય નું રક્ષણ કરવું ,તે પણ શિક્ષણ જગત વતી એક સામાજિક જવાબદારી છે. કારણ કે શિક્ષણ પરંપરા ને ભારતીય સંસ્કૃતિ અને સામાજિક રીતે ઢાળવા માટે પ્રયાસ કરવા તે વિશ્વ ગુરુ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રવર્તમાન સમયની માંગ છે. આથી બાળકો અને યુવાનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અભિમુખ બને સંસ્કારમય જીવન પ્રાપ્ત કરે, તેમ જ શાશ્વત મૂલ્યનું જતન કરે તે જરૂરી છે .
પ્રાચીન અને સનાતન ભારતીય જ્ઞાન અને વિચારોની સમૃદ્ધ પરંપરાના માર્ગદર્શનના આધારે તૈયાર થયેલી નવી શિક્ષણ નીતિ 2020 ની પ્રસ્તાવનામાં પણ કહેલું છે કે વૈશ્વિક મહત્વ ધરાવતા આપણા સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ માટે આપણે શિક્ષણ વ્યવસ્થા દ્વારા વધુને વધુ સમૃદ્ધ કરવી જોઈએ. આમ પણ આપણા બાળકો ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર 14 ફેબ્રુઆરી નિમિત્તે માતા-પિતાના પ્રેમ સમર્પણ અને પુરુષાર્થના આદર્શ સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે છે. તે માટે આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં માતા-પિતા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં માતા-પિતાઓ એ હાજરી આપી બાળકો ને આશીર્વાદ આપ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.